મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસનુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-૧ માં ઉત્કૃષ્ઠ પરિણામ


SHARE











મોરબીમા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસનુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-૧ માં ઉત્કૃષ્ઠ પરિણામ

૮૦ % થી વધુ ગુણ મેળવનાર કુલ ૭ વિદ્યાર્થીઓ: ૭૦ % થી વધુ ગુણ મેળવનાર કુલ ૧૮ વિદ્યાર્થીઓ

મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત શ્રી પ્રવિણભાઈ કક્કડ (૪૭ વર્ષ ના અનુભવી) તથા શ્રી નિર્મિતભાઈ કક્કડ (૧૫ વર્ષ ના અનુભવી) દ્વારા સંચાલીત જનતા ક્લાસીસ ના Std-12th C.B.S.E. (Commerce) Term-૧ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામોની પરંપરાને જીવંત રાખી છે.

પ્રવર્તમાન વર્ષ થી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ને બે વિભાગ મા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત Term-૧ અને Term-૨ ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવામા આવી રહી છે ત્યારે તાજેતરમા Std-૧૨ Commerce Term-૧ નુ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસ ના કુલ ૭ વિદ્યાર્થીઓ એ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે.

મોરબી જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓ મૈત્રી વિપુલભાઈ ટોલીયા (૮૭.૧૮%), સ્મીત યોગેશભાઈ ઝાલરીયા(૮૬.૬૭%), જીત હર્ષદભાઈ વાસજારીયા(૮૫.૬૪%), મીત અજીતભાઈ ત્રીવેદી(૮૫.૧૩%), યશ ભરતભાઈ હદવાણી(૮૪.૧૦%), શ્યામ ભરતભાઈ દલસાણીયા(૮૩.૫૯%), આકાશ ભરતભાઈ વીરાણી(૮૦%), પ્રેમ મનોજભાઈ પાટડીયા(૭૯.૮૦%), ધ્વનીત આકાશભાઈ દેસાઈ(૭૮.૯૭%), સાહીલ અરવિંદભાઈ પાંચોટીયા(૭૮.૪૪%), પ્રેયશ અજયભાઈ ચૌહાણ(૭૭.૮૪%), નૈમિષ નયનભાઈ ભોરણીયા(૭૬.૪૧%), પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા(૭૫.૫%), ધૈર્ય ધર્મેશભાઈ ચારોલા(૭૪.૩૬%), રાજ હીરેનભાઈ ગાંધી(૭૪.૩૬%), લેશ્ની રજનીભાઈ ઘોડાસરા(૭૨.૪૧%), યેશા દુર્ગેશભાઈ કાચા(૭૧.૮૯%), ધાર્મિક હરેશભાઈ મહેતા(૭૦.૨૬%) સાથે ઉતિર્ણ થઈ તેમના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેર મા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકા થી પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા Std-૧૧ અને ૧૨ (commerce) C.B.S.E. & G.S.E.B. ,B.com.,B.B.A., M.com. સહીતના અભ્યાસક્રમોના બધા જ વિષયોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસની સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.






Latest News