મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બસ સ્ટેશન પાસે થયેલ મારા મારીના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરાયો


SHARE







વાંકાનેરમાં બસ સ્ટેશન પાસે થયેલ મારા મારીના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે ત્રણ દિવસ પહેલા મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા એક વ્યક્તિને રાજકોટ સારવાર માટે લઇ ગયા હતા અને તેને થયેલ ઇજાના રિપોર્ટને ધ્યાને લઈને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નવ શખ્સોની સામે જે ફરીયાદ નોંધાઈ છે તેમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ની અંદર રહેતા જાકીરહુસૈન મોહસીનભાઈ બ્લોચ (૪૫) એ ત્રણ દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીજલભાઈ ગાંડુભાઈ ડાભી, જયદીપ ગાંડુભાઈ ડાભી, ગાંડુભાઈ રાવજીભાઇ ડાભી, મનદીપ ગાંડુભાઈ ડાભી, ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, કાળુ પૂરી વાળો, કાળુભાઈનો ભાઈ સોનુ સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે શબ્બીર કાસમભાઇ બ્લોચને ભરવાડના એક શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ત્યાં સમજાવવા માટે ગફારભાઈ હાસમભાઇ કાબરા (૪૩) સહિતના ગયા હતા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે તેઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા ગફારભાઈ હાસમભાઇ કાબરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની અંદર જાકીરહુસેન મોહસીનભાઈની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ નં. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૦૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જો કે, ગફારભાઈ હાસમભાઇ કાબરાને થયેલ ઇજાનો રિપોર્ટ આવ્યા બાદ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાનો પ્રયાસની કલમ ૩૦૭ નો ઉમેરો કરવામાં આવેલ છે




Latest News