વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની સહાય ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર ખારેક ફળપાકનુ ટીસ્યુકલ્ચર રોપા દ્વારા નવુ વાવેતર પોતાની માલીકીની જમીનમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કરેલ હોય તેને માટે નોર્મસ પ્રમાણે પ્લાટીંગ મટીરિયલમા નાના, મોટા અને અન્ય ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા મહતમ રૂ.૧,૨૫૦/- પ્રતિ રોપા (પ્લાટીંગ મટીરિયલ) તેમજ મહતમ રૂપિયા ૧,૫૬,૨૫૦/- પ્રતિ હેકટરની મર્યાદામા મહતમ ૧.૦૦ હે. સુધી સહાય આપવામાં આવશે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૩૪ ઉપર અરજી કરી શકાશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

ટુ-ફોર વ્હીલરના નંબર માટે

મોરબીના ટુ વ્હીલર માટે GJ 36 AE અને ફોર વ્હિલ માટે GJ 36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા. ૧/૪/૨૦૨૨ થી શરૂ થયેલ છે. અને તા ૧ થી ૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. અને તા ૪ થી ૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. અને તા. ૬ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહન ના ઈ-ફોર્મ ઓક્શન ના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  




Latest News