મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલા રોડે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ૬ વેપારીઓને ત્રણ હજારનો દંડ


SHARE







મોરબીના નવાડેલા રોડે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ૬ વેપારીઓને ત્રણ હજારનો દંડ

મોરબી શહેરના નવાડેલા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરવામાં આવતો હોવાની માહિતી મળી હતી જેના આધારે પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા ત્યાંથી ૫૦ માઈક્રોનથી નીચે ઝબ્લા અને પાણીના ગ્લાસ મળી આવતા ૭૦ કિલો જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વેપારીઓને ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે

મોરબી નગરપાલિકા દ્વારા મોરબીમાં ૫૦ માઈક્રોન નીચેના ઝબલા અને ગ્લાસને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તેમ છતાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મોરબી નગરપાલિકાની ટીમને મળી હતી જેથી મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ ચામુંડા પ્લાસ્ટિક, રોયલ સેલ્સ, ભવાની પ્લાસ્ટિક, પરેશ પ્લાસ્ટિક, અનિતા પ્લાસ્ટિક અને સોહમ પ્લાસ્ટિકમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ૫૦ માઈક્રોનથી નીચેના ઝબલા અને ગ્લાસ મળ્યા હતા જેનો અંદાજિત ૭૦ કિલો માલ જપ્ત કરીને વેપારીઓને કુલ મળીને ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે




Latest News