મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના શક્તિપરામા જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા


SHARE







વાંકાનેરના શક્તિપરામા જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

વાંકાનેરના હસનપર શક્તિપરામા જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી ૫૪૧૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટીમાં આવતા હસનપર શક્તિપરામા હકુભાઇના ફ્લોર મીલની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓસ્માણભાઈ ખમીશાભાઈ દાળ, નટુભાઈ રવજીભાઈ રાતડીયા, પ્રભુભાઈ સામજીભાઈ કુવરિયા, જાનમામદ આદમભાઈ દલ, અશોકભાઈ પ્રવીણભાઈ મેસરીયા, રસિદભાઇ ઇબ્રાહિમભાઈ ચાવડા, મનસુખભાઈ ભવનભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાબરીયા અને રમેશભાઈ સુરાભાઈ બાબરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૪૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા વિકીભાઈ મહેશભાઇ શાહ જાતે વાણીયા (ઉંમર ૨૧) રહે વાઘપરા શેરી નંબર-૨ વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરેલ છે




Latest News