મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં દીપિકા જોશીના નામની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને ગાળો ભાંડનારા સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં દીપિકા જોશીના નામની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને ગાળો ભાંડનારા સામે ગુનો નોંધાયો

સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને ઘણા લોકોને યેનકેન પ્રકારે શીશામાં ઉતારવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં ફેક આઈડી બનાવીને યુવાનને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્સ્ટાગ્રામની ફેક આઇડી બનાવનાર અને તેની સાથે સંડોવાયેલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ સોની બજારમાં વેરાઈ શેરી ખાતે રહેતા કેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા જાતે સોની (ઉંમર ૨૮)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્ટાગ્રામમાં દીપિકા જોશી નામની ફેક આઈડી બનાવનાર તથા તેની સાથે સંકળાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૨૨/૨/૨૨ ના રોજ તેના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર ઇન્સ્ટાગ્રામમાં દીપિકા જોશીના નામની ફેક આઈડી બનાવનારા શખ્સે ઇન્સ્ટાગ્રામના મેસેન્જર ઉપરથી ગાળો મોકલાવી હતી જેથી હાલમાં ભોગ બનેલા કેતનભાઈ પાટડીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્સ્ટાગ્રામમાં દીપિકા જોશીના નામની ફેક આઈડી બનાવનારની સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે




Latest News