હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વીજ કરંટ લગતા ગાયનું મોત : દેશીદારૂની ચાર રેડમાં ઢગલાબંધ દારૂ પકડાયો


SHARE











હળવદના સાપકડા ગામે વીજ કરંટ લગતા ગાયનું મોત : દેશીદારૂની ચાર રેડમાં ઢગલાબંધ દારૂ પકડાયો

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા યુવાનની ગાયને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેતા સુરેશભાઇ ચમનભાઈ રાઠોડ (ઉંમર ૨૮)ની માલિકીની ગાય ગામમાં બનાવવામાં આવેલ ઢોરને પાણી પીવા માટેના અવાડા પાસેથી જતી હતી ત્યારે ત્યાં આવેલ જીઇબીના ટીસીમાંથી વીજ કરંટ લાગવાના કારણે સુરેશભાઈ રાઠોડની ગાયનો ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું જેથી કરીને તેઓ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

દેશીદારૂ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા શખસના ઘરની અંદર દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૪૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઘરઘણી ભરતભાઈ બચુભાઈ દુદાણા જાતે કોળી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશીદારૂ
હળવદ તાલુકાના દિઘડીયા ગામે ખેતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, ભીમો પભાભાઈ કાંજીયા જાતે કોળી ત્યાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

દેશીદારૂની ભઠ્ઠી
હળવદ તાલુકાના ચુંપણી ગામ પાસે પાવર હાઉસની પાછળના ભાગમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લિટર આથો તેમજ ૧૦ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૧૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ચતુરભાઈ કેશુભાઈ વાજેલીયા જાતે દેવિપુજક (૬૦) રહે. ચુંપણી વાળાની ધરપકડ કરેલ છે

દેશીદારૂની ભઠ્ઠી
હળવદ તાલુકાના કીડી ગામની બગડુ સીમમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેથી કરીને વાડીમાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦૦ લીટર આથો તેમજ દેશી દારૂ ૧૯૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૬૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક શખ્સ મળી આવ્યો હોય તેની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રહલાદભાઈ ઉર્ફે શૈલેષ નંદાભાઈ ઉઘરેજા રહે. કીડી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશીદારૂની ભઠ્ઠી
હળવદ તાલુકાના ચુપણી ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં જંગલમાં રહેતા ધીરુભાઈ કેશુભાઈ વાજેલીયાના રહેણાક મકાન પાસે દેશી દારૂની ભઠ્ઠીની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૫૦ લીટર આથો તેમજ દેશી દારૂની ભઠ્ઠી ના અન્ય સાધનો અને ૧૫૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ મળીને ત્યાંથી ૭૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ધીરુભાઈ કેશુભાઈ વાજેલીયા (૫૦) તેમજ બાબુભાઈ કેસુભાઈ વાજેલીયૈ (૪૫) રહે બંને ચુપણી ગામ પાવર હાઉસ પાછળ વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News