મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ આપેલ ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો


SHARE











મોરબી પાલિકાએ આપેલ ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો

મોરબી નગરપાલિકા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોની અંદરથી કચરાના કલેક્શન માટે થઈને ડોર ટુ ડોર કચરા કલેક્શનનો અમદાવાદની એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે, એજન્સી દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી હોવાના કારણે જુદા જુદા વિસ્તારમાંથી વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી જેથી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરને નગરપાલિકાના જે વાહનો આપવામાં આવેલા છે તેને મૂળ સ્થિતિમાં બે દિવસની અંદર પાલિકાને પરત આપવા માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે અને ત્યારબાદ મોરબી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરવામાં આવશે

મોરબી શહેરમાંથી કચરાનું કલેક્શન કરવા માટે અગાઉ અમદાવાદની શ્રીજી એજન્સીને આપવામાં આવ્યો હતો અને તા ૩/૫/૧૮ થી ત્રણ વર્ષ માટે આ એજન્સીને મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી કચરા કલેકશન માટેની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.જે કોન્ટ્રાક્ટ ૩૦/૪/૨૧ ના રોજ પૂરો થતો હતો અને ત્યારબાદ એક વરસ માટે એટલે કે ૩૦/૪/૨૨ સુધી તેનો કોન્ટ્રાક્ટ લંબાવી દેવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી હતી જેથી કરીને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલમાં અમદાવાદની શ્રીજી એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવ્યો છે અને મોરબી નગરપાલિકાના તમામ વાહનો બે દિવસમાં નગરપાલિકાને પરત આપવા માટે ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે ત્યાર બાદ ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News