ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર ગામની પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE









ટંકારાના છત્તર ગામની પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ટંકારા તાલુકામાં આવેલી છત્તર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ, વિધાર્થીઓએ પોતાની આગવી શૈલી વ્યસનમુકિતના સંદેશો આપતા અલગ અલગ ચિત્રો દોર્યા હતા, જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિધાર્થીઓને વ્યસનમુકિતના ફાયદા, વ્યસનથી થતા નુકસાન, વ્યસનનુ પ્રમાણ તેની શારિરીક અને આર્થિક અસરો વિશે માહિતગાર કર્યા હતા, અંતમાં શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ  દ્વારા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માની, વિધાર્થીઓને વ્યસન મુકત રહેવા અને પો‍તાના પરીવારને વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના અભ્યાસ કરાવતા વાછાણી ચેતનાબેન, ભોજાણી હેતલબેન તથા વેકરીયા ભાવિશાબેન ભારે જહેમત ઊઠાવી હતી




Latest News