મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં શંકા રાખીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE







મોરબીમાં શંકા રાખીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબીમાં સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગરમાં રહેતા પરિણીતાની તેના જ પતિએ શંકાના આધારે માથામાં દસ્તા મારીને હત્યા કરી હતી અને ત્યાર બાદ આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાની દીકરીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરેલ છે

મોરબીના વિદ્યુતનગરમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર ૫૫) ને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના હરીપાર્ક શેરી નં-૪ માં રહેતી મૃતકની દીકરી  ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદી જાતે બાવાજી (ઉ.૨૪)એ તેના પિતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની માતા ભાવનાબેન સાથે તેના પતિ પ્રવિણભાઇ અવાર નવાર ઝધડો અને કંકાશ કરતાં હતા તેમજ શંકા કુશંકા કરી મારઝુડ કરતાં હતા દરમ્યાન ગત શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પિતા પ્રવિણભાઇએ લોખંડના દસ્તાના ઘા મારીને ફરિયાદીની માતાની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત (ઉ. ૫૬) રહે, વિદ્યુતનગર વાળાની ધરપકડ કરેલ છે




Latest News