મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

પોલીસ કે સ્પાઇડર મેન !: મોરબીમાં જાન્યુઆરીમાં થયેલ ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ ગુનો ડિટેક્ટ !


SHARE





પોલીસ કે સ્પાઇડર મેન !: મોરબીમાં જાન્યુઆરીમાં થયેલ ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ ગુનો ડિટેક્ટ !

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાંથી બે બાઈકની ચોરી કરવામાં આવેલ હતી જેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બાઇક ચોરને પકડવા માટે પોલીસ કાવયત કરી રહી હતી તેવામાં બંને ચોરાઉ બાઇક સાથે ઓટાળાનો સાગર ટંકારા પોલીસના હાથે ઝડપાયો છે 

મોરબી શહેરની ફૂલછાબ કોલોની અંદર રહેતા કિશોરભાઈ પ્રભુભાઈ ધામેચા જાતે કોળી (ઉંમર ૪૪)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં તેએ પોતાનું બાઇક નંબર જીજે ૩ એફસી ૨૯૦૯ અને અમરીશભાઈ સંજયભાઈ કંસારા નામના વ્યક્તિએ તેઓનું બાઇક નંબર જીજે ૩ ડીએફ ૭૦૦૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બંને બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૫૦૦૦૦ ની કિંમતના બે બાઈકની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ કવાયત કરી રહી હતી તેવામાં ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતો સાગર જાગાભાઈ ગોલતર નામના શખ્સનાં ઘરના ફળીયામાંથી બે નંબર પ્લેટ વગરના બાઇક મળી આવ્યા હતા જેથી પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપ માધ્યમથી વાહન નંબર તથા માલીકી અંગે ખરાઈ કરતા તે બાઇક તેના ન હોવાનું સામે આવ્યું હતું અને મોરબીના યાર્ડમાંથી ચોરી કરેલ બાઇક હોવાનું સામે આવતા પોલીસે બંને ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી પોલીસને હવાલે કરવામાં આવેલ છે






Latest News