મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસેથી ૭૦ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર !


SHARE











મોરબીના ઊંચી માંડલ પાસેથી ૭૦ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર !

મોરબી હળવદ હાઈવે ઉપર ઊંચી માંડલ ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને રોકવા માટે પોલીસે કહ્યું હતું ત્યારે કાર ચાલક પોતાની કાર મુકીને નાસી ગયો હતો જેથી કારણે ચેક કરતાં કારમાંથી ૭૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા હાલમાં ૧,૨૬,૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને કાર મુકીને નાસી ગયેલા શખ્સને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે ઉપરથી પસાર થતી હોન્ડાઈ કંપનીની ગેટ્સ કાર નંબર જીજે ૧ એચજી ૯૩૨૦ રાત્રીના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઊંચી માંડલ પાસેથી પસાર થતી હતી ત્યારે તે કારણે રોકવા માટે પોલીસે કહ્યું હતું ત્યારે કાર ચાલક પોતાની કાર ઉંચી માંડલ ગામ પાસે છોડીને નાસી છુટ્યો હતો ત્યાર બાદ પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ૭૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૬૨૫૦ રૂપિયાની કિંમતનો દારૂ અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૨૬,૨૫૦ રૂપિયાના મુદ્દામાલણે કબજે કરેલ છે અને કાર છોડીને નાસી છૂટેલા શખ્સને શોધવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે

વરલી જુગાર


હળવદ શહેરમાં વિનોદ ગ્રાઉન્ડની બાજુમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ભૂપત ઉર્ફે મુન્નો લખમણભાઈ બજાણીયા જાતે કોળી (ઉંમર ૩૫) રહે ટીકર રોડ હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે


દેશી દારૂનો આથો


માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ વોકળાના કાંઠે બાવળની ઝાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે માળિયા તાલુકા પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં ૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂ બનાવવા માટેનો આથો કબજે કરી વિપુલભાઈ નારણભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૩૦) રહે જુનાઘાટીલા વાળાની ધરપકડ કરેલ છે.






Latest News