મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાંથી બે બાઈકની ચોરી


SHARE







મોરબીના સનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાંથી બે બાઈકની ચોરી

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાંથી બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરની ફૂલછાબ કોલોની અંદર રહેતા કિશોરભાઈ પ્રભુભાઈ ધામેચા જાતે કોળી (ઉંમર ૪૪)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં તેએ પોતાનું બાઇક નંબર જીજે ૩ એફસી ૨૯૦૯ અને અમરીશભાઈ સંજયભાઈ કંસારા નામના વ્યક્તિએ તેઓનું બાઇક નંબર જીજે ૩ ડીએફ ૭૦૦૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બંને બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આમ કુલ મળીને બે બાઈકની ચોરી થયેલ હોય ૫૦,૦૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે કિશોરભાઈની ફરિયાદ લઈને આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News