સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની મચ્છીપીઠમાં આવેલ ઓરડીમાંથી 216 બોટલ દારૂ સાથે બે ઝડપાયા


SHARE











મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં આઝાદ લોજ સામેની શેરીમાં ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 216 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 87960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આઝાદ લોજની સામેની શેરીમાં આવેલ ઓરડીની અંદર દારૂનો જથ્થો રાખીને ત્યાંથી વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂ ની રેડ કરી હતી ત્યારે ઓરડીમાંથી જુદી-જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને 216 બોટલ મળી આવી હોય પોલીસે કુલ મળીને સત્ય 87960 રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં મુસ્તાક ઉર્ફે મુદ્દો જુસબ કટીયા જાતે મિાંયાણા (23) રહે મચ્છીપીઠ આઝાદ લોજની સામેની શેરી તેમજ સીરાજભાઈ ઉમરભાઈ ખોખર જાતે સિપાઈ (19) રહે મહેન્દ્રપરા શેરી નંબર-20 વાળા ની ધરપકડ કરેલ છે આ બન્ને શખ્સો પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના સમઢિયાળા થી રાતડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતાં તે કારમાંથી કુલ મળીને 250 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે પાંચ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની ડસ્ટર કાર નંબર જીજે 3 એફડી 4077 ને કબજે કરેલ છે અને દારૂ ભરેલી કારને છોડીને નાસી ગયેલા શખ્સની સામે હાલમાં પોલીસે કમિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબી તાલુકા પોલીસ દ્વારા ટીંબડી પાટીયા પાસે ઓસીસ કારખાનાની બાજુમાં બાવળની ઝાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મળીને 100 લિટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે બે હજાર રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે રવિ બાબુભાઈ ચોરાસા (24) રહે, વીસીપરા કુલીનગર-1 મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો આરોપી શાહરૂખ ફીરોજભાઇ પઠાણ રહે, વીસીપરા મોરબી વાળા પાસેથી તેણે મેળવ્યો હોવાનું સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News