મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર, રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી


SHARE







મોરબીના જડેશ્વર, રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી

સમગ્ર દેશ અને દુનિયામાં શિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીની બાજુમાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી પણ લોકો શિવજીના દર્શન કરવા માટે આવ્યા છે અને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવ હતી આવી જ રીતે મોરબીના રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર, હાટકેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

શિવરાત્રીના દિવસે શિવજીના પૂજન અર્ચનનો અનેરો મહિમા હોય છે જેથી કરીને દેશના દરેક ખૂણામાં આવેલા શિવમંદિરોમાં ભક્તો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ પૂજન અર્ચન અને મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જ વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીની નજીક રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીના દિવસે પૂજન અર્ચન અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવે છે

મોરબીના રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર, હાટકેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને મેળાને માણવા માટે ન માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાંથી લોકો આવ્યા હતા આ ઉપરાંત અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર, શોભેશ્વર, હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે શિવભક્તોની લાઈનો લાગી હતી

આવી જ રીતે શિવરાત્રીના દિવસે વાંકાનેરના યુવરાજ કેસરીસિંહ ઝાલા સહિતના અનેક શિવ ભકતોએ શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને હાલમાં સમગ્ર ભારત દેશ અને દુનિયામાં જે કોરોનાની મહામારી છે તેમાંથી લોકોને મુક્તિ મળે તેવી પ્રાર્થના અને દાદાને કરી હતી તેની સાથે સાથે વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેમાં પણ શાંતિ સ્થપાય તેવી પણ અનેક શિવભકતો દ્વારા શિવજીને પ્રાર્થના કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે માટે તેનુ મહત્વ પણ જ્યોર્તિલીંગ જેટલુ જ છે જેથી કરીને શિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તોએ શિવજીના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો




Latest News