વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ નિબંધ અને વાર્તા સ્પર્ધામાં વિજેતા બહેનોનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં યોજાયેલ નિબંધ અને વાર્તા સ્પર્ધામાં વિજેતા બહેનોનું કરાયું સન્માન

 મોરબી ગાયનેક એસોશિએશન અને આઈએમએ મોરબીના ડૉકટરો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિબંધતથા વાર્તા લેખન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિજેતાઓને શિલ્ડ તથા ઇનામ આપીને આજે આઇએમએ હૉલ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા


મોરબી ગાયનેક એસોશિએશન અને મોરબી આઈએમએ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને આયોજીત નિબંધ અને વાર્તા લેખન સ્પર્ધામાં ઘણી મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ નિબંધ સ્પર્ધામાં સ્ત્રી સશક્તિકરણપરિવાર તથા કારકિર્દી વચ્ચે ભિંસાતી સંતુલન રાખતી આજની આધુનિક નારી, સ્ત્રી સ્વતંત્રતા જરૂરિયાત તથા મર્યાદા, બેટી બચાવો, સ્ત્રી ભ્રુણ હત્યા સમાજ માટે કલંક, સંસ્કૃતિ સંરક્ષણમાં સ્ત્રીનું યોગદાન, આ ઉપરાંત વાર્તા લેખનમાં મહિલા કેન્દ્રિત ટુંકી વાર્તા કેજે ૪૦૦ શબ્દોની મર્યાદામાં ગુજરાતી ભાષામાં લખવાની હતી તેમાં બહેનોએ ભાગ લઈને કૃતિઓ મોકલવી હતી આ સ્પર્ધકોમાથી વિજેતા બનેલ મહિલાઓને આજે આઈએમએ હૉલ ખાતે સન્માનિત કરવામાં આવી હતી જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ દિપાલીને આડેસરા, દ્વિતીય ઘોડાસરા નીલમબેન અને તૃતીય નિકિતાબેન મુંડદિયા વિજેતા થાય છે અને બદ્રકિયા ભાવિષાબેન તેમજ લિખિયા મીનાબેનને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ છે તો વાર્તા સ્પર્ધામાં પ્રથમ કાજલબેન ત્રિવેદી, દ્વિતીય શિશાંગિયા શીતલાબેન અને તૃતીય નિરાલી રૈયાણી વિજેતા બનેલ છે અને કસૂન્દ્રા ડીમ્પલ અને મહેશ્વરીબેન અંતાણીને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ છે 




Latest News