મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ટુ વ્હીલર વાહન માટેની G.J. 36 AE (એઇ) નવી સીરીઝ શરૂ થશે


SHARE







મોરબીમાં ટુ વ્હીલર વાહન માટેની G.J. 36 AE (એઇ) નવી સીરીઝ શરૂ થશે

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AE- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૯-૦૨-૨૦૨૨થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. ટુ વ્હીલર માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૨૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૮૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૩૫૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૯થી ૨૬ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૨૭થી ૨૮ ૨ના રોજ ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૦૧/૦૩/૨૦૨૨ ના રોજ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે. આ ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૦૫/૦૩/૨૦૨૨ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે ત્યાર બાદ મળેલી અરજીઓ દફ્તરે કરવામાં આવશે, 






Latest News