વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો


SHARE







મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન વાંકાનેરની મોહંમદી લોકશાળા ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલબેન વ્યાસ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, નાકિયા તથા જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે અતિથિ વિશેષ તરીકે વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, મુખ્ય મહેમાન તરીકે વાકાંનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ અહેમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી તથા મોહંમદી લોકશાળાના આચાર્યની એમ.એ. માથાકિયાહાજર રહ્યા હતા અને આ સ્પર્ધામાં ૬ થી લઈને ૬૦ વર્ષ સુધીના આશરે ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પટોડી, સૈયદ ફરહતઅલી, તૈમુદ્દીન શેરસિયા, સોયેબઅલી, જુનેદ વડાવીયા, જેઠાલાલ તથા પ્રાથમીક શિક્ષક મંડળ વાંકાનેરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમજ ઉદ્દઘોષક તરીકે મોહસીન મારવીયા એ સેવા આપી હતી




Latest News