વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી ૧૭ બોટલ દારૂ પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના લાતી પ્લોટમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી ૧૭ બોટલ દારૂ પકડાયો, એકની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ બંધ કોમ્પલેસની છત ઉપર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી પોલીસને ૧૭ બોટલ દારૂ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને લોહાણા શખ્સનું નામ ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે.મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૮ નજીક આવેલ લુક્કસ ફર્નિચરની બાજુના બંધ કોમ્પ્લેક્સની છત ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી પોલીસને વિદેશી દારૂની ૧૭ બોટલ મળી આવી હતી જેથી કરીને રૂપિયા ૫૧૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમાં વિરલ જગદીશ લોહાણા રહે.ગ્રીનચોક વિસ્તાર મોરબી વાળાનું નામ ખુલ્યુ હોય હાલ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.

યુવતી રાજકોટ ખસેડાઇ

મોરબી તાલુકાના ગુંગણ ગામે ત્રણેક દિવસ પહેલા ઝેરી દવા પી ગયેલી યુવતીને ઝેરી અસર થતા ઉલ્ટી બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેણીને મોરબીની હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગુંગણ ગામે રહેતા અને મૂળ દહીંસરાના રહેવાસી પરિવારની આરતીબેન દિનેશભાઈ બોઘાભાઈ સાંતોલા નામની ૧૬ વર્ષીય યુવતી ગત તા.૫ ને શનિવારના રોજ ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને ઊલટીઓ થતા ગઇકાલે સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યાં તેને બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કાંતિભાઈ વશરામભાઈ સારસાવાડીયા નામના ૪૨ વર્ષીય યુવાન ઇકો કારમાં જતો હતો ત્યારે રાજકોટ-જામનગર હાઇવે ઉપર તેમની ઇકો કારનું ટાયર ફાટી જતાં વાહન પલ્ટી મારી ગયું હતું જે બનાવમાં ડાબા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં કાંતિભાઈ સરસાવાડીયાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News