મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે ૮.૧૦ લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ 


SHARE











મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે ૮.૧૦ લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કર્મચારી દ્વારા કંપની અને ગ્રાહક સાથે ૮.૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી કંપનીના અન્ય કર્મચારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટિમ દ્વારા આરોપીની અમદાવાદમાથી ધરપકડ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તાર પાસે આવેલ પારેખ શેરીમાં રહેતા ભાવિનભાઈ મહેન્દ્રભાઈ મહેતા (ઉંમર વર્ષ ૩૧)એ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કર્મચારી મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં અવેલ આનંદનગરમાં રહેતા હાર્દિક લલીતભાઇ દવે (૨૪) સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમા તેને લખાવ્યુ હતું કેમોરબીની ત્રાજપર ચોકડી પાસે આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીની બ્રાન્ચ આવેલ છે જેમા હાર્દિક દવે મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેના દ્વારા તા ૫/૧૦/૨૦ થી લઇને ૨૧/૧૦/૨૦ સુધીમાં કંપની અને ગ્રાહક સાથે ૮.૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં પોલીસે વિશ્વાસઘાત અને છોતરપિંડીની કલમ હેઠળ ફરીયાદ નોંધીનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી 

દરમ્યાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકીકત મળેલ કેમોરબી સીટી બી ડિવિઝનમાં નોંધાયેલ છેતરપીંડીની ફરિયાદમાં નાસતો ફરતો આરોપી અમદાવાદ શહેરમાં છે જેથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી અમદાવાદ શહેર ખાતે મોકલવામાં આવી હતી અને આરોપી હાર્દિક લલીતભાઇ દવે જાતે બ્રાહમણ (ઉ.૨૬) રહે.અનંતનગર સોસાયટી શેરીનં -૨ મોરબી-૨ હાલ રહે, ડી -૪પ આનંદ કોલોની પુજા વિધાલય સિટીએમ ચાર રસ્તા અમદાવાદ શહેર વાળાની અમદાવાદ નારોલ પાસે આવેલ જિંદાલ જીન્સ કાપડની ફેકટરીમાંથી ધરપકડ કરવામાં આવી છે અને આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભીની સૂચન મુજબ પોલાભાઇ ખાંભરાસંજયભાઇ પટેલરજનીભાઇ કૈલાકૌશીકભાઇ મારવણીયાવિક્રમસિંહ બોરાણાચંન્દ્રકાંતભાઇ વામજાજયવંતસિંહ ગોહીલજયેશભાઇ વાઘેલાબ્રિજેશભાઇ કાસુન્દ્રાભરતભાઇ મિયાત્રાઅશોકસિંહ ચુડાસમા અને સતીષભાઇ કાંજીયા વિગેરે દ્વારા કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ  






Latest News