વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની ચાર રેડમાં છ જુગારી ઝડપાયા


SHARE







મોરબીમાં જુગારની ચાર રેડમાં છ જુગારી ઝડપાયા

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર બે-ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરતા ભારતીય ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૫૩૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત બીજી ત્રણ રેડ કરીને ચાર જુગારીને પકડવામાં આવ્યા છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટ વિસ્તારની અંદર આવેલ શેરી નંબર બે ત્રણની વચ્ચે જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવા આવતા અવેશભાઈ અનવરભાઇ પીપરવાડીયા જાતે પીંજારા (ઉંમર વર્ષ ૨૦) રહે રણછોડનગર અને શબ્બીરભાઈ કાસમભાઈ કાસમાણી જાતે મેમણ (ઉંમર વર્ષ ૨૧) રહેલાતી પ્લોટ-૧૪ખ્વાજા પેલેસ વાળા ભારતીય ચલણી નોટના આધારે જુગાર મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૧૫૩૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારની અંદર શેરી નંબર-૨ માં જુગાર રમતા હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કનકકુમાર હીરાલાલ પેથાણી (ઉંમર વર્ષ ૬૦) રહેસુપર ટોકીઝ અને યુનુસભાઈ નથુસા શાહમદાર જાતે ફકીર (ઉંમર ૩૪) રહે મકરાણીવાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર સુરજબાગ પાસે જુગારની રેડ કરતા ત્યારે આરીફ મુસ્તાકભાઈ બ્લોચ જાતે મકરાણી (૪૧) રહેમકરાણીવાસ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી કરેલ છે અને મોરબીના નહેરુગેઇટ પાસે આવેલ મોરબી પ્લાઝા નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સરફરાજ રજાકભાઈ શેખ જાતે સિપાહી (ઉંમર વર્ષ ૨૨) રહેસિપાહીવાસ વાળાની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી ૨૧૦ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News