વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”


SHARE







મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”

 "મારું ગામહરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડીએથી ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકમપરમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ નિશુલ્ક બે થી ત્રણ રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવ્યા હતા સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જે રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કર્યું છે અને વાડી વિસ્તાર તેમજ નર્મદા કેનાલને કારણે પાણીની છતવાળા આ ગામમાં ખેડૂતો ખારેક, લીંબુ જેવા ફળાઉ વૃક્ષોની ખેતી તરફ વળેલ છે. આવા જાગૃત ગામમાં મુક્તિધામ, રામદેવપીર મંદિર, ખેતરપાળ, તળાવ, નિશાળ જેવા અલગ અલગ જાહેર સ્થળોએ હજારોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેરે થયો છે. ગામમાં ઔષધબાગ પણ છે. ત્યારે આગામી દિવસોમાં પોતાના સ્વજનોની સ્મૃતિમાં અન્ય ગામોમાં આવું રચનાત્મક આયોજન કરવું હોય તો વધુ માર્ગદર્શન અને આયોજન માટે પ્રાણજીવન કાલરિયાને મો. ૯૪૨૬૨ ૩૨૪૦૦ નો સંપર્ક કરવાં માટે જણાવ્યુ છે




Latest News