મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર પાસે પાંચ શખ્સો જુગાર રમતા ૫૪૯૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના જેતપર પાસે પાંચ શખ્સો જુગાર રમતા ૫૪૯૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર ગામથી રાપર તરફ જવાના રસ્તા ઉપર ટીંબી ગામની સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની પાસેથી ૫૪૯૦ ની રોકડ કબજે કરી હતી અને પોલીસે તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામથી રાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી ટીંબી સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સંજયભાઇ ગોકળભાઇ હમીરપરા, ભીખાભાલ લખમણભાઇ ગોંડલીયા, મનસુખભાઇ ધરમશીભાઇ માલણીયાત, દિલીપભાઇ ધરમશીભાઇ માલણીયાત અને લાલજીભાઇ ધનજીભાઇ સાતલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેમને પોલીસે તેઓની પાસેથી ૫૪૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મનુભાઈ જુભાઈ કોળીની વાડી પાસે પાણીની કાચી હોજની બાજુમાં દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૧૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જોકે મનુભાઈ જુભાઈ કોળી ત્યાં હાજર મળી આવેલ ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

માળીયા(મી)ના વાડા વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને સીરાજ કરીમભાઈ સંવાણી જાતે મિયાણા (ઉમર ૨૫) રહે. વાડા વિસ્તાર માળિયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે






Latest News