વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની સરકારી પ્રાથમિક શાળામાં પોતાના સંતાનોને પ્રવેશ અપાવતા શિક્ષકો


SHARE







મોરબીની સરકારી પ્રાથમિક શાળામાં પોતાના સંતાનોને પ્રવેશ અપાવતા શિક્ષકો

હાલ સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળામાં મફત પ્રવેશ માટેની ઝુંબેશ અને ઓનલાઈન કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ખુબજ સુસજ્જ બની છે ત્યારે ઉચ્ચ લાયકાત અને તાલીમ બદ્ધ વિષય નિષ્ણાંત, ટેટ અને ટાટ પરીક્ષા પાસ થયેલા શિક્ષકો સ્માર્ટ કલાસ, વર્ચ્યુઅલ કલાસઓનલાઈન હાજરી, એકમ કસોટી દ્વારા સતત સર્વગ્રાહી મૂલ્યાંકનશિષ્યવૃતિ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને જી.શાલા દ્વારા આપતા ઓનલાઈન શિક્ષણ, કોરોના કાળમાં સરકારી શાળાના મળતું ફૂડ સિકયુરીટી એલાઉન્સએમ.ડી.એમ.અનાજ વગેરેથી પ્રભાવિત થઈને ઘણા બધા ખૂબ મોટી સંખ્યામાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.

વધુમાં વધુ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવે એના માટે દિલીપભાઈ પરમાર શિક્ષક જેઓ જુના લીલાપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એમને પોતાની પુત્રી હેન્સીને ધો.૫ માંએમના ભાઈની પુત્રી હારા નીતિનભાઈને ધો.૭ માં, યોગેશભાઈ ડાભી કે જેઓ જવાહર ભડિયાદ પ્રા.શાળામાં ફરજ બજાવે છે તેમની પુત્રી વિશ્વાને ધો. ૫ મા તેમજ નાની પુત્રી ધ્વનિને ધો. ૧ માં  માધાપરવળી કન્યા શાળામાં કુમ કુમ તિલક કરી પ્રવેશ આપવેલ છે અને ચારેય બાળાઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી પ્રવેશ અપાવેલ છે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં જ પ્રવેશ અપાવી પ્રેરણાદાયી પહેલ કરેલ છે અને સરકારી એટલું અસરકારીની ભાવના પ્રકટ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News