વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસેથી ૮ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસેથી ૮ બોટલ દારૂ સાથે એક પકડાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપરથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક ક્કરયો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૮ બોટલો મળી આવી હતી જેથી કરીને દારૂ અને વાહન મળીને ૨૮૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરી તેની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી

જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ પાસેથી બાઇક નંબર જીજે ૧૩ ઇપી ૪૧૬૯ લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઇકને રોકીને પોલીસે ચેક કરતાં બાઇક ચાલક પાસેથી દારૂની ૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૫ હજાર રૂપિયાની કિંમતનો બાઈક આમ કુલ મળીને ૨૮૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે મેહુલ રેવાભાઇ રાઠોડ (ઉ.૨૩) રહે. વેલાળા તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉજ્વલા ફાર્મ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ રૂપિયાની કિંમતના દારૃ સાથે પોલીસે હાલમાં પોપટભાઈ જગાભાઈ ટોયટા જાતે ભરવાડ (ઉં.૨૪) રહે. પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ પાસે મૂળ રહે. બાદનપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે

અકસ્માત

ગાંધીધામ તાલુકાનાં આદીપુરમાં વોર્ડ નં.-૩(એ)માં મૈત્રી સ્કુલ પાછળના ભાગે રહેતા શંભુભાઈ જીવાભાઈ ડાંગર જાતે આહીર (ઉં.૪૧)એ હાલમાં ટ્રક-ટેન્કર નં જીજે ૧૨ બીએક્સ ૬૨૨૭ ના ચાલક ચેનાભાઈ જાવાભાઈ વજીર રહે. રોડાસન તાલુકો સુઈ જિલ્લો બનાસકાઠા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા-હળવદ હાઈવે પર અણીયારી ટોલનાકાથી હળવદ બાજુ સાઈનમાઈકાના કારખાના સામેથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રક ટેન્કર લઈને જતો હતો ત્યારે આગળના વાહન ચાલકે બ્રેક મારતા આરોપીએ ટ્રક ટેન્કરને રોડની સાઈડમા ઉતારી દેતા તેમાં ભરેલ તેલ ધોલાઈ ગયું હતું અને ટ્રક ટેન્કર ગટરમા પલટી ખાઈ જતા અક્સ્માત સર્જાયો હતો




Latest News