હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કોરોનાની ગાડી ટોપ ગિયરમાં, સતત ત્રીજા દિવસે બેવડી સેન્ચ્યુરી: મોરબી જીલ્લામાં વધુ ૨૫૧ કેસ


SHARE











કોરોનાની ગાડી ટોપ ગિયરમાં, સતત ત્રીજા દિવસે બેવડી સેન્ચ્યુરી: મોરબી જીલ્લામાં વધુ ૨૫૧ કેસ

મોરબી જિલ્લામાં કોરોના હાલમાં ટોપ ગિયરમાં છે અને દરરોજ કોરોના બેવડી સદી કરી રહ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના નવા ૨૫૧ કેસ નોંધાયેલા છે અને હાલમાં ત્રીજા રાઉન્ડમાં મોરની જીલ્લામાં જે કોરોનાના નવા કેસ આવી રહ્યા છે

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો પણ લોકોની બેદરકારી યથાવત જ હોય તેવો ઘાટ હાલમાં મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કેવી રીતે કંટ્રોલમાં આવશે તે સૌથી મોટો સવાલ છે ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જિલ્લામાથી ૧૬૨૫ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કોરોનાના નવા ૨૫૧ કેસ આવ્યા છે જેથી કરીને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં ૧૩૮૬ થયેલ છે ગઇકાલે જે કેસ આવેલ છે તેની તાલુકા અને શહેર વાઇઝ માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ગ્રામ્ય ૮૩, મોરબી શહેર ૧૦૪, વાંકાનેર ગ્રામ્ય ૫, વાંકાનેર શહેર ૭, હળવદ ગ્રામ્ય ૭, હળવદ શહેર ૧૨, ટંકારા ગ્રામ્ય ૨૬, માળિયા ગ્રામ્ય ૭ કેસ નોંધાયા છે

જીગ્નેશ કૈલાને કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જાનકીબેન કૈલાના પતિ અને ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાને કોરોનાના લક્ષણો જણાતા તેને રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને રિપોર્ટ પોઝિટિવ આવેલ છે માટે તે ઘરે જ સારવાર લઈ રહ્યા છે જો કે, સોશિયલ મીડિયાથી આ અંગેની તેને જાણ કરી હતી અને તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે તેને અનુરોધ કર્યો છે






Latest News