માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

કામમાં રસ છે કે નામમાં ?: મોરબી જિલ્લાના જુદાજુદા રોડ મંજૂર થતાની સાથે જ વિવાદ !


SHARE













કામમાં રસ છે કે નામમાં ?: મોરબી જિલ્લાના જુદાજુદા રોડ મંજૂર થતાની સાથે જ વિવાદ !

મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની ટંકારા પડધરી બેઠક ઉપરથી કોંગ્રેસનાં ધારાસભ્ય ચૂંટાયેલા છે અને તેઓ દ્વારા તેના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવતી હોય તે સ્વાભાવિક છે ત્યારે જુદાજુદા રોડ રસ્તા સરકારમાંથી મંજૂર થઈને તેના જોબ નંબર આપવામાં આવતાની સાથે જ ભાજપ દ્વારા જસ લેવાનો પ્રયાસ કરવામાં આવતા હોય હાલમાં રોડના કામને મંજૂર કરવાવવાની વાતને લઈને વિવાદ ઊભો થયો છે

મોરબી જિલ્લાના ઘણા ભંગાર રોડ છે તે રાજકીય આગેવાનોને કેમ દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા વિધાનસભાની ટંકારા પડધરી બેઠક ઉપરથી કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા ચૂંટાયેલા છે અને તેઓ મતવિસ્તાર હેઠળ આવતા વિવિધ રોડ રસ્તાઓનું રી-સરફેસિંગ કરવા માટે અને લજાઈથી જડેશ્વર સુધીનો રોડ પહોળો કરવા માટે અવાર નવાર સરકારમાં રજૂઆત કરતાં હતા જેના ભાગ રૂપે હાલમાં સરકારમાંથી જુદાજુદા ચાર રસ્તાના ૨૭.૭૦ કરોડને મંજૂર કરીને જોબ નંબર આપવામાં આવેલ છે

જો કે, સરકારમાંથી જે યાદી મોકલાવવામાં આવેલ છે તેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાસાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના નામ જોગ પત્ર આપવામાં આવેલ છે જેમાં વાંકાનેર જડેશ્વર લજાઈ રોડને પહોળો કરી મજબૂત બનાવવા ૧૦ કરોડધ્રોલ લતીપર સવાડી ટંકારાના રોડનું રિસરફ્રેસિંગ કરવા ૧૧.૫૦ કરોડમોરબી પંચાસર નાગલપર મોટીવાવડી રોડનું રિસરફ્રેસિંગ કરવા ૨.૨૦ કરોડ અને મીતાણા નેકનામ પડધરી રોડનું રિસરફ્રેસિંગ કરવા ૪ કરોડ ફાળવવામાં આવ્યા છે તેવું લખવામાં આવ્યું છે જેથી કરીને રસ્તાનું કામ મંજૂર થતાની સાથે જ વિવાદના બીજ રોપાઈ ગયા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

અત્રે ઉલેખનીય છે કે, સરકારમાંથી કોઈ પણ વિસ્તારમાં રોડના કામ મંજૂર કરવામાં આવે તેની સબંધિત વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્યને જાણ કરવામાં આવે જ છે જો કે, હવે સરકાર દ્વારા ભાજપના જિલ્લા પ્રમુખને તેની જાણ કરવામાં આવતી હોય તો કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખને પણ જાણ કરવામાં આવે તે જરૂરી છે તેવું રાજકીય લોકોમાં ચર્ચાઇ રહયું છે અને બંને પક્ષના આગવાનોને લોકોના કામમાં રસ છે કે પછી પોતાના નામમાં તે હવે લોકોને સમજી જવાની જરૂર છે






Latest News