સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક બાઇક ચાલકે સાઇકલને હડફેટે લેતા બાળકને ઇજા થવાથી સારવારમાં ખસેડાયો


SHARE





ટંકારા નજીક બાઇક ચાલકે સાઇકલને હડફેટે લેતા બાળકને ઇજા થવાથી સારવારમાં ખસેડાયો

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી સાઇકલ લઈને બાળક પસાર થતો હતો ત્યારે ડબલ સવારી બાઇક ચાલકે તેને અડફેટે લીધો હતો જેથી કરીને બાળક તેમજ બાઇકની પાછળ બેઠેલા અન્ય વ્યક્તિને ઈજા થઈ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં ઇજા પામેલ બાળકના પિતાએ બાઇક ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ધનજીભાઇ કરશનભાઇ ઝાપડા જાતે ભરવાડ (ઉ.૩૭)નો દીકરો તુષાર પોતાની સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઇક નંબર જીજે ૩ એલ.એચ ૨૮૯૮ ના ચાલક યશ શૈલેષભાઈ પટેલ રહે. રાજકોટ વાળાએ તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને તુષારને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું અને બાઈકની પાછળના ભાગમાં બેઠેલા વ્યક્તિને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમા ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ઇજા પામેલા તુષારના પિતા ધનજીભાઇ ચાવડાએ પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચાલક શૈલેષભાઈ પટેલની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવમાં ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે




Latest News