વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી મોબાઇલની ચોરી કરનાર શખ્સને જાંબુડિયા પાસે લોકોએ પકડીને પોલીસે હવાલે કર્યો


SHARE







મોરબીના લાલપર પાસેથી મોબાઇલની ચોરી કરનાર શખ્સને જાંબુડિયા પાસે લોકોએ પકડીને પોલીસે હવાલે કર્યો

 મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ઉભેલા આઇસર મેટાડોરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનારા શખ્સને જાંબુડિયા પાસે હાજર રહેલા લોકોએ ઝડપી લીધો હતો અને તેને વાહનની સાથે બાંધી દીધા હતો ત્યારબાદ આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોબાઇલની ચોરી કરનાર શખ્સને પોલીસ મથકે લઇ ગયા બાદ જે વ્યક્તિનો મોબાઇલ ચોરાયો હતો તેની ફરિયાદ લઈને પોલીસે મોબાઇલ ચોરની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે નજીકના લાલપર ગામ પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલા સર્વિસ રોડ ઉપર નારણભાઈ મોતીભાઈ મુંધવા (ઉંમર ૪૨) રહે. ચરાડવા વાળાનું આઇસર મેટાડોર ઊભું હતું ત્યારે તેના દીકરાનો વિવો કંપનીનો મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫૦૦૦ ની ચોરી કરવામાં આવી હતી અને જે શખ્સ દ્વારા મોબાઇલની ચોરી કરવામાં આવી હતી તેને મોબાઈલ સ્વીચઓફ કરી દીધો હતો જો કે, આ મોબાઈલ ચોરને જાંબુડિયા પાસેથી લોકોએ ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને વાહનની સાથે બાંધી અને મેથીપાક ચખાડ્યો હતો અને પછી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે જે યુવાનનો મોબાઈલ ચોરાયો હતો તેના પોતા નારણભાઈ મુંધવાની ફરિયાદ લઈને હાલમાં હાજી અકબરભાઈ માણેક નામના મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે




Latest News