વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન


SHARE







































મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન

રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈ વ્યક્તિને નવજીવન આપવાનો મહાન સંકલ્પ છે. ત્યારે માનવતા, સેવા અને સંવેદનાના પવિત્ર સંકલ્પ સાથે મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા NCC અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માનવજીવન અમૂલ્ય છે અને અનેક વખત સમયસર મળતું રક્ત કોઈ વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક બની શકે છે. અકસ્માત, ગંભીર બીમારી, શસ્ત્રક્રિયા કે પ્રસૂતિ જેવી પરિસ્થિતિઓમાં રક્તની જરૂરિયાત ઊભી થતી હોય છે. રક્તનું નિર્માણ કોઈ મશીન કે કારખાનામાં થઈ શકતું નથી, તે માત્ર માનવીના સ્વૈચ્છિક રક્તદાનથી જ ઉપલબ્ધ બની શકે છે. આ જ માનવતાના ઉમદા ઉદ્દેશ્યને સાર્થક કરવા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા સમગ્ર મોરબીની જનતાને આ મહાસેવાયજ્ઞમાં જોડાવા હૃદયપૂર્વક આહવાન કરવામાં આવે છે. આ કેમ્પમાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ, વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તમામ સેવાભાવી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવે છે. તમારું એક રક્તદાન કોઈ પરિવારના જીવનમાં ખુશીઓ પાછી લાવી શકે છે. જેથી તા. 30 નવેમ્બરને સોમવારના રોજ સવારે 9:00 થી બપોરે 4:00 વાગ્યા સુધી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નવયુગ કોલેજના ઓડિટોરિયમમાં રક્તદાન કેમ્પ યોજાશે જેમાં રક્તદાન પહેલાં નિષ્ણાત તબીબી ટીમ દ્વારા જે તે વ્યક્તિની જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવશે અને તબીબી માર્ગદર્શન મુજબ જ રક્તદાન લેવામાં આવશે.














Latest News