વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરનાં ખીજડીયારાજ ગામે લગ્નમાં વધુ ભીડ એકત્ર થતા ગુનો નોંધાયો..!


SHARE







મોરબી : વાંકાનેરનાં ખીજડીયારાજ ગામે લગ્નમાં વધુ ભીડ એકત્ર થતા ગુનો નોંધાયો..!

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ખીજડીયારાજ ગામે લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગમાં સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવામાં આવ્યું ન હોય તેમજ પ્રસંગમાં કોઇએ માસ્ક પહેર્યા ન હોય અને કોઈ જાતના સેનીટાઇઝેશનની વ્યવસ્થા ન રાખવામાં આવી હોય તેમજ વધુ લોકોની ભીડ હોવા અંગેની માહિતી મળતા વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેરના ખીજડીયારાજ ગામે હુસેનભાઇ અલીભાઈ શેરસીયા જાતે મોમીન (ઉંમર ૫૨) ને ત્યાં કાર્યવાહી કરી હતી.પોલીસ દ્વારા કોરોના ગાઇડલાઇનને અનુસર્યા વિના લગ્ન યોજવામાં આવ્યા હોય અને લગ્નમાં ભારે મોટી ભીડ એકત્ર થઈ હોય ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ હુસેનભાઇ શેરસીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, કોરોનાનો કહેર વધી રહ્યો હોય સરકારી ગાઇડલાઇનને ચોકકસપણે અનુસરવી જ જોઇએ અને તેનુ પાલન કરવુ જ જોઇએ પરંતુ ગુજરાતભરમાં જયાં-ત્યાં દરેક રાજકીય પાર્ટીઓના મિલન-મેળાવડા યોજાય જ છે ત્યાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી અને લગ્ન પ્રસંગ જેવા કાર્યક્રમોમાં આ પ્રકારે ફરિયાદ નોંધાતા લોકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

નવ બોટલ દારૂ સાથે એક પકડાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે વાંકાનેરના શકતીપરા વિસ્તારમાં રહેણાંક મકાન પાસેના ખંડેર જેવા અન્ય એક બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી હતી.જયાંથી પોલીસને નવ બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૨૭૦૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં સમીર ઉર્ફે સોનુ ઉર્ફે છોટુ દિલીપભાઈ ઉર્ફે દિલાવર બાબુભાઇ રાઠોડ જાતે સિપાઈ નામના ૨૧ વર્ષીય શકતીપરા વાંકાનેર વિસ્તારમાં રહેતા ઇસમની ધરપકડ કરીને તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો  છે.




Latest News