હળવદના ભલગામડામાં ગાયના વાછરડા બાબતે બોલાચાલી બાદ મારા મારીમાં માથા રંગાયા: હવે સામસામે ફરિયાદ
દેશમાં નોંધાયેલ 1.34 કરોડની સાયબર ફ્રોડની 41 ફરિયાદમાં મોરબી પોલીસની મોટી કાર્યવાહી, 5 આરોપીની ધરપકડ: 3 વર્ષમાં થયેલ 7.26 કરોડના ટ્રાન્જેક્શનની તપાસ શરૂ
SHARE
દેશમાં નોંધાયેલ 1.34 કરોડની સાયબર ફ્રોડની 41 ફરિયાદમાં મોરબી પોલીસની મોટી કાર્યવાહી, 5 આરોપીની ધરપકડ: 3 વર્ષમાં થયેલ 7.26 કરોડના ટ્રાન્જેક્શનની તપાસ શરૂ
મોરબીમાં રહેતા આઠ શખ્સોના બેન્ક એકાઉન્ટમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાયબર ફ્રોડ અને ઠગાઈથી મેળવેલ 1,34 કરોડથી વધુની રકમ આવી હતી અને તે રૂપિયા સગેવગે કરવામાં આવ્યા હતા.જેથી કરીને સમન્વય અને એનસીસીઆરટી પોર્ટલ ઉપર દેશના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં 41 જેટલી ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે હાલમાં કુલ 11 શખ્સો સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડ અને ઠગાઈનો ગુનો નોંધાયો છે અને જે ખાતામાં રૂપિયા આવ્યા બાદ તેને સગેવગે કરવામાં આવેલ છે તે ખાતમાં વર્ષ 2023 થી 2025 સુધીમાં એટ્લે કે 3 વર્ષમાં 7.26 કરોડ રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડ કરવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે બેન્ક એકાઉન્ટ આપનારા 5 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય ભેજાબાજ શખ્સ સહિત 6 આરોપીઓને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલી રહી છે.
મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી.વ્યાસ દ્વારા હાલમાં જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચેતન કિશોરભાઈ પલાણ રહે. મોરબી, રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોશી રહે. યોગી પાર્ક આહીર સમાજની વાડીની સામે મોરબી, ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળ રહે. રણછોડનગર મોરબી, હિતેશ મોહનભાઈ પૈજા રહે. રણછોડનગર મોરબી, ભાવેશભાઈ પ્રાણલાલ રામાવત રહે. માધાપર શેરી નં. 11 મોરબી, બળવંતભાઈ દેવશીભાઈ વામજા રહે. શક્તિ સોસાયટી માળિયા વનાળીયા પાસે મોરબી, પ્રકાશભાઈ નર્મદાશંકર જોશી રહે. યમુનાનગર શેરી નં.3 મોરબી, કિરણભાઈ કાંતિભાઈ પરમાર રહે. માધવ પાર્ક મોરબી, કાંતિભાઈ તરસીભાઇ પરમાર રહે. માધવ પાર્ક મોરબી, સુરેશભાઈ કાંતિભાઈ પરમાર રહે. માધવ પાર્ક મોરબી અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા રહે. ગાયત્રીનગર શેરી નં.6 વાવડી રોડ મોરબી વાળાની સામે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આરોપી ચેતન પલાણ, રાજુભાઈ જોષી અને ભરતભાઈ બારડ દ્વારા તેઓના મળતીયાઓની સાથે મળીને અલગ અલગ રાજ્યના અલગ અલગ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કે સાઇબર ફ્રોડ કરીને મેળવેલા નાણા સગેવગે કરવા માટે થઈને અન્ય આરોપીઓને એજન્ટ બનાવીને તેઓના બેન્ક એકાઉન્ટ મેળવી લેવામાં આવ્યા હતા અને અન્ય આરોપીઓને તેઓને બેન્ક એકાઉન્ટની સામે કમિશન આપવામાં આવતું હતું અને તમામ બેન્ક એકાઉન્ટની અંદર તા. 1/1/2023 થી 27/12/2025 દરમિયાન કુલ મળીને 7,26,20,266 જેટલી રકમની શંકાસ્પદ લેવડ-દેવડ કરવામાં આવી છે અને આ ખાતાઓની અંદર આવેલા રૂપિયાને યુપીઆઈ આઈડી, આઈએમપીએસ તથા આરટીજીએસ દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી નાખવામાં આવ્યા છે ત્યાર બાદ રૂપિયાને રોકડેથી વિડ્રો કરી લેવામાં આવેલ છે આ બાબતે સમન્વય અને એનસીસીઆરટી પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યમાં 41 જેટલી ફરિયાદ નોંધાયેલ છે જેમાં 1,34,53,996 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરીને આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને આ બાબતે ગુનો નોંધીને પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે સાયબર ફ્રોડના આ ગુનામાં આરોપી હિતેશ મોહનભાઈ પૈજા રહે. રણછોડનગર-1 મોરબી, ભાવેશ પ્રાણલાલ રામાવત રહે. માધાપર શેરી નં-12 મોરબી, બળવંતભાઈ દેવશીભાઈ વામજા રહે. શક્તિ સોસાયટી માળિયા વનાળીયા શેરી નં-3 મોરબી, પ્રકાશ નર્મદાશંકર જોશી રહે. યમુનાનગર શેરી નં-3 મોરબી તથા અશ્વિનસિંહ દોલુભા ઝાલા રહે. હાલ ગાયત્રી નગર શેરી નં-6 વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે અને બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીક ચાલી રહી છે.