મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ


SHARE









ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ

ટંકારાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડ મહિલા સ્કૂટર લઈને ભૂતકોટડા ગામથી હરીપર ગામ તરફ જવાના રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કારચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં મહિલાને માથામાં હેમરેજ તથા જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના ગાયત્રીનગરમાં રહેતા રાહુલભાઈ લાલજીભાઈ દુબરીયા (34)એ કાર નંબર જીજે 22 એ 7477 માં ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓના માતા કંચનબેન લાલજીભાઈ દુબરીયા (53) પોતાના સ્કૂટર નંબર જીજે 36 સી 6794 માં લઈને ભૂતકોટડા ગામના ઢાળિયા પાસેથી હરીપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે કારના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ફરિયાદીના માતાના સ્કૂટરને હડફેટ લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતાને માથાના ભાગે હેમરેજ તથા જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ હાલમાં ઇજાગ્રસ્ત મહિલાના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News