એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા


SHARE









મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા

મોરબીની રવીરાજ ચોકડી પાસે બોલેરો ગાડી ઉભી રાખીને લઘુશંકા કરવા માટે થઈને આધેડ સહિત બે વ્યક્તિ ગયા હતા અને બાદમાં તેઓ પોતાની ગાડીમાં બેસીને કચ્છ તરફ જવા માટે રવાના થઈ રહ્યા હતા તેવામાં બોલેરો ગાડી સાથે અથડાઈને ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી ટ્રક ટેલર અને ટાઇલ્સ નીચે દબાઈ જવાના કારણે એક આધેડનું મોત નીપજયું છે જો કે, એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્મતના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડી લઈને ચોટીલા તાલુકાના કાળાસર ગામેથી રાણાભાઇ નારણભાઈ બાવળીયા (55) અને શૈલેષભાઈ સંગ્રામભાઈ સાબરીયા (42) નામના બે વ્યક્તિઓ કચ્છ બાજુ જઈ રહ્યા હતા ત્યારે રવિરાજ ચોકડી આવેલા ઓવરબ્રિજના છેડા પાસે પોતાની બોલેરો ગાડી ઉભી રાખીને લઘુ શંકા કરવા માટે થઈને તેઓ ઉભા રહ્યા હતા અને ત્યારબાદ તેઓ પરત પોતાની ગાડીમાં બેસીને કચ્છ તરફ રવાના થાય ત્યારે પહેલા જ તેઓની બોલેરો ગાડી સાથે ટ્રક ટ્રેલર અથડાયું હતું ત્યારબાદ ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી ટ્રક ટ્રેલર અને ટાઇલ્સના જથ્થાની નીચે દબાઈ જવાના કારણે રાણાભાઇ નારણભાઈ બાવળીયા નામના આધેડનું ઘટના સ્થળે મોત નીપજયું છે જો કે શૈલેષભાઈ સાબરીયાને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યો હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક રાણાભાઈ બાવળીયા તથા શૈલેશભાઈ સાબરીયા બંને બોલેરો ગાડીની અંદર કોથમરી ભરીને કચ્છ જિલ્લામાં તેને વેચવા માટે જતા હતા તેવામાં રવિરાજ ચોકડી પાસે તેઓ પોતાની બોલેરો ગાડી ઉભી રાખીને લઘુશંકા કરવા માટે રોડ સાઈડમાં ગયા હતા અને પરત પોતાની બોલેરો ગાડીમાં બેસવા જતા હતા તે સમયે ટ્રક ટ્રેલર તેઓની બોલેરી ગાડી સાથે અથડાયુ હતુ અને પલટી મારી ગયું હતું. જેથી વાહન અને ટાઇલ્સના જથ્થાની નીચે દબાઈ જવાના કારણે રાણાભાઇ બાવળિયાનું મોત નીપજયું છે આ બનાવમાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News