મોરબીના મચ્છુ-2 ડેમમાં કોહવાઈ ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી
મોરબીની અનુપમ સોસાયટીમાં રાતે કાર સળગાવનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીની અનુપમ સોસાયટીમાં રાતે કાર સળગાવનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં ઘર પાસે યુવાને પોતાની બ્રેઝા કાર પાર્ક કરી હતી અને તે કારની અંદર કોઈ અજાણ્યા બે શખ્સ દ્વારા રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આગ લગાવવામાં આવી હતી જેથી કારમાં નુકસાન થયું હોય હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ નાના દહીસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી સામે આવેલ અનુપમ સોસાયટીમાં બહુચર કૃપા અક્ષરધામ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલિયા (43)એ બે અજાણ્યા શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અનુપમ સોસાયટીમાં બહુચર કૃપા અક્ષરધામ એપાર્ટમેન્ટની બાજુમાં તેઓના ઘર પાસે તેમણે પોતાની બ્રેઝા સીએનજી ગાડી નંબર જીજે 36 એ 5212 પાર્ક કરીને મૂકી હતી જે બ્રેઝા ગાડીમાં તા. 28/10 ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કોઈ બે અજાણ્યા શખ્સો દ્વારા જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી જેથી કરીને કારમાં 30,000 રૂપિયાનું નુકસાન થયું હોવાની હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલ્લેખની છે કે, તા. 28 ના રોજ સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં મોરબીના વાઘપરા વિસ્તારમાં મહિલા એડવોકેટની કાર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને ત્યાં પાડોશમાં રહેતા શખ્સે આગ ચાંપી દીધી હતી જેના કારણે કારમાં મોટું નુકસાન થયું હતું અને આ કારને કોઈ અડે તો તેનું સેન્સર વાગતું હતું જેના કારણે યુવાને કારમાં આગ લગાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને તે આરોપીને પકડીને પોલીસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે રવાપર રોડ ઉપર અનુપમ સોસાયટીમાં રહેતા યુવાનના ઘર પાસે કોણે કારને આગ લગાવી છે અને શા માટે આગ લગાવી છે તે હજુ સામે આવ્યું નથી જો કે આરોપી પકડાઈ ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.









