એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે


SHARE









એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર જકાતનાકા પાસેથી પસાર થતી ફોર્ચ્યુનર કારને રોકીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂ અને બિયરની 55 પેટી મળી આવતા 10.41 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળીને 35.49 લાખનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં 4 આરોપીઓને પકડવામાં આવેલ છે જોકે, કારના માલિક સહિત કુલ ચાર શખ્સો વોન્ટેડ હોય તેના સહિત વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 8 શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં સ્ટેટ મોનિટેન્ટ સેલની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી છે અને વાંકનેરમાં જકાતનાકા ચાર રસ્તા પાસે જડેશ્વર મોબાઈલ અને ઇલેક્ટ્રીક નામની દુકાન સામેથી પસાર થઈ રહેલ ફોર્ચ્યુનર કાર નંબર આરજે 14 યુકે 2540 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીની અંદરથી દારૂ અને બિયરની 55 પેટી મળી આવતા 658 બોટલ દારૂ બિયરનો જથ્થો જેની કિંમત 10,41,674 રૂપિયા અને કાર સહિત કુલ મળીને 35,49,074 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સ્થળ ઉપરથી પોલીસ દ્વારા આરોપી શ્રવણકુમાર બુધ્ધારામ બિશ્નોઈ રહે. વીરાવા તાલુકો જાલોર રાજસ્થાન, વિકાસકુમાર સહિરામ બિશ્નોઈ રહે. વિહાવા જિલ્લો જાલોર રાજસ્થાન, અશોકકુમાર લધુરામજી બિશ્નોઈ રહે. કેરીયા જીલ્લો જાલોર રાજસ્થાન તથા રાહુલકુમાર રઘુનાથરામ બિશ્નોઈ રહે. હાલીવાવ જીલ્લો જાલોર રાજસ્થાન વાળાને પકડવામાં આવ્યા છે અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કૈલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ રહે. રાણીવાડા રાજસ્થાન, સંજીવ રહે. ગુડગાવ હરિયાણા, વિપુલ રહે. મોરબી તથા ફોર્ચ્યુનર કારનો માલિક આમ ચાર શખ્સોને પકડવાના બાકી છે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News