એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામ મહેલ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામ મહેલ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં 30 ઓક્ટોબર 2022 ના રોજ ઝુલતા પુલ તૂટી પડવાથી ગોઝારી દુર્ઘટના બની હતી જેમાં કુલ મળીને 135 લોકોએ તેઓના જીવ ગુમાવ્યા હતા ત્યારે આજે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેઓના મોક્ષર્થે મોરબીમાં આવેલ રામ મહેલ મંદિર ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  

મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ શ્રી રામ મહેલ મંદિર ખાતે આજે પ્રતીકભાઈ મહેન્દ્રભાઈ આચાર્યની સેવાકીય ભાવના અને રાજકોટની લાઈફ બલ્ડ સેન્ટરના સહયોગથી ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેઓના મોક્ષર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારે 7:30 વાગ્યાથી રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવેલ છે અને આ કેમ્પના ઉદ્ઘાટન સમયે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, ડો. સતિષભાઇ પટેલ, મહાપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઇ દેસાઇ સહિતના અનેક લોકો અને સેવાભાવી યુવાનો હાજર રહ્યા હતા અને મહિલાઓ સહિતના લોકોએ રક્તદાન કરીને મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રક્તદાન જેવા મહાદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુ સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન રામ મહેલ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. 




Latest News