એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે અને આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે મહિલાઓ સહિતના લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા ચારેય બાજુ વાહનોના થપ્પા લાગી ગયા હતા ત્યારે બી ડિવિઝન પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને સમજાવીને રોડ સાઇડમાં કર્યા હતા અને ટ્રાફિકને કાર્યરત કર્યો હતો જોકે પાણીનો પ્રશ્ન ઉકેલાય તેના માટે હવે સ્થાનિક લોકો મહાનગરપાલિકાએ રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે.

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 3 માં આવતા મહેન્દ્રનગર ગામની સોમનાથ સોસાયટી તથા આસપાસના સોસાયટી વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે અને લોકોને પૂરતા પ્રમાણમાં પીવા અને વાપરવાનું પાણી મળતું નથી જેથી સ્થાનિક લોકો દ્વારા અગાઉ અને એક વખત રજૂઆતો કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ અગાઉ મહેન્દ્રનગર ચોકડી પાસે સ્થાનિક લોકોએ પાણી પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવી હતી પરંતુ અફસોસની વાત એ છે કે આજની તારીખે પણ લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી લોકોને પીવા તથા વાપરવાના પાણી માટે પણ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આજે સવારે સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારના મહિલાઓ, બાળકો, પુરુષો વિગેરેએ મહેન્દ્રનગર ચોકડી પાસે ચારેય બાજુથી રસ્તો બંધ કરીને ચક્કાજામ કરી દીધો હતો જેથી 24 કલાક ટ્રાફિકથી ધમધમતી મહેન્દ્રનગર ચોકડી પાસે કાર, રીક્ષા, ટ્રક, ડમ્પર વગેરે વાહનોના થપ્પા લાગી ગયા હતા અને આ અંગેની તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને મહેન્દ્રનગર ચોકડીએ કરવામાં આવેલ ચક્કાજામ ખુલ્લો કરાવવા માટે થઈને લોકોને સમજાવીને રસ્તા ઉપરથી દૂર કર્યા હતા અને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો જો કે, પાણીનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા હવે આ બાબતે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે જો શિયાળામાં પાણી પ્રશ્ને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય તો આગામી ઉનાળામાં મોરબી જિલ્લામાં પાણી માટે કેવા દિવસો આવશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે. 




Latest News