મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે કહીને ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર પાઇપ-ધોકાથી હુમલો


SHARE









તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે કહીને ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર પાઇપ-ધોકાથી હુમલો

ટંકારાના પ્રભુનગર ગામે રહેતો યુવાને તેના મિત્ર સાથે હરબટીયાળી ગામના પાટિયા પાસે ઉભો હતો ત્યારે 10 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા “તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે” તેવું કહીને પાઇપ વડે હુમલો કર્યો હતો અને યુવાન તથા તેની સાથે રહેલા વ્યક્તિને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 10 જેટલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં રહેતા જયદીપભાઇ બાબુભાઈ બસિયા (27)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કનુભાઈ મશરૂભાઈ ઝાપડા અને મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા તથા અજાણ્યા 8 માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે ટંકારાના હરબટીયાળી ગામના પાટીયા પાસે ફરિયાદી ઊભા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને પાઇપ વડે ફરિયાદી તથા સાહેદ રાહુલભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદીને પગ તથા શરીરે ઇજાઓ થઈ હતી તેમજ સાહેદ રાહુલભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કુલ 10 શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News