મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરીને 4 શખ્સો જપ્ત કરેલા વાહનોમાંથી ટ્રેક્ટર લોડર લઈને ભાગી ગયા !


SHARE







મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરીને 4 શખ્સો જપ્ત કરેલા વાહનોમાંથી ટ્રેક્ટર લોડર લઈને ભાગી ગયા !

મોરબીના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યાં સ્થળ ઉપર એક હિટાચી, બે ડમ્પર અને એક ટ્રેક્ટર લોડરને જપ્ત કરવામાં આવ્યા હતા દરમિયાન ચાર શખ્સોએ ત્યાં આવીને ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝરની સાથે ઝઘડો કર્યો હતો અને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોમાંથી એક ટ્રેક્ટર લોડરને બળજબરીપૂર્વક આરોપીઓ લઈ ગયા હતા જેથી કરીને હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની વૃંદાવન સોસાયટીમાં આવેલ માં એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાણ ખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઇઝર તરીકે કામ કરતા વિપુલભાઈ હસમુખભાઈ કંદોઈ (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપસિંહ જીવુભા ઝાલા, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને પ્રવીણભાઈ જીવાભાઈ રહે. બધા જુના સાદુળકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ નદીની પટમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય ત્યાં ચેકિંગ દરમિયાન ફરિયાદીની ટીમ દ્વારા વાહનોને સીઝ કરવામાં આવ્યા હતા તેવામાં ચારેય આરોપીઓ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એજે 1681 તથા એન્ડેવર કાર લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીની સાથે બોલાચાલી કરીને તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ આરોપી જયદીપસિંહ ઝાલાએ ફરિયાદી અને સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે જપ્ત કરેલા વાહનોમાંથી એક ટ્રેક્ટર લોડરને બળજબરીથી આરોપીઓ લઈ ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે હાલમાં અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખની છે કે મચ્છુ નદીના પટમાં રેતીની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે ખાણ ખનીજની ટીમે રેડ કરી હતી ત્યાર બાદ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી મોરબી કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાંથી પોતાની સરકારી ગાડીમાં જતા હતા ત્યારે તેઓની ગાડી ઉભી રખાવીને તેઓને આરોપી જયદીપસિંહ ઝાલાના ભાઈ બલભદ્રસિંહ જાડેજાએ “મારા ભાઈને દીકરા સામે કેમ ફરિયાદ કરો છો” તેવું કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ ખાણ ખનીજ વિભાગની રેડ બાદ થયેલ માથાકૂટ બાબતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ બે ફરિયાદો નોંધાયેલ છે જે બંને ગુનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News