મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી


SHARE







અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી

મોરબીના સીરામીક ઉદ્યોગકારો માટે દિવાળી પહેલા પ્રોપેન ગેસના ભાવમાં હોળી થઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યું છે કારણ કે ત્રણ દિવસ પહેલા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે વધુ 3 રૂપિયાનો પ્રોપેન ગેસના પ્રતિ કિલોના ભાવો વધારો કરવામાં આવ્યો છે જેથી પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો ભાવ આજની તારીખે 100.95 રૂપિયા થઈ ગયો છે અને હજુ આગામી પાંચેક દિવસની અંદર લગભગ 3 થી 5 રૂપિયાનો ભાવ વધારો આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી જો આવી રીતે દિવસેને દિવસે ગેસના ભાવ વધતાં રહેશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ કેવી રીતે ટકાવવો તે ઉદ્યોગકારો માટે પણ વિકટ પ્રશ્નો બની ગયો છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક ઉદ્યોગમાં સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત નીચી લાવવા માટે થઈને ઉદ્યોગકારો દ્વારા મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જોકે પ્રોપેન ગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો કરવામાં આવે છે જેથી ઉદ્યોગકારોની હાલત હાલમાં સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે કારણ કે નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે તો ઉદ્યોગકારોને ઉત્પાદન વધુ મળતું હોય છે પરંતુ પ્રોપેન ગેસના ભાવમાં જે રીતે છેલ્લા દિવસોમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે જોતાં ઉદ્યોગકારોની કમર પ્રોપેન ગેસ તોડી નાખશે એવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને લગભગ ત્રણ દિવસ પહેલા પ્રોપેન ગેસ જે ભાવે મળતો હતો તેમાં 7 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો હતો એટલે કે 90 ના ભાવે મળતો ગેસ સીધો જ 97 રૂપિયાના ભાવનો થઈ ગયો હતો જોકે હજુ તો 3 દિવસ પહેલા ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેવામાં આજે વધુ એક વખત પ્રોપેન ગેસના સપ્લાયરો દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આજની તારીખે વધુ 3 રૂપિયાનો પ્રતિ કિલોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેથી પ્રોપેન ગેસનો ભાવ 100.95 રૂપિયા થઈ ગયો છે. આમ દિવસેને દિવસે વધતા પ્રોપેન ગેસના ભાવના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે

ઉલેખનીય છે કે, સીરામીક પ્રોડક્ટની પડતર નીચી લાવવા માટે નેચરલ ગેસ છોડીને મોટાભાગના ઉદ્યોગકારો પ્રોપેન ગેસમાં આવ્યા હતા પરંતુ પ્રોપેન ગેસનો ભાવ દિવસે અને દિવસે જે રીતે વધી રહ્યો છે તે જોતાં ઉદ્યોગકારોએ પોતાના કારખાના ચાલુ કેવી રીતે રાખવા તે પણ પ્રશ્ન બની ગયો છે કારણ કે જે રીતે ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે તે રીતે બજારમાંથી તૈયાર પ્રોડક્ટ ઉપર ભાવ વધારો મળતો નથી જેથી ઉદ્યોગકારોની પડતર કિંમત સતત વધતી જાય છે અને બજારમાંથી તેઓને ભાવ વધારો મળતો ન હોવાના કારણે ઉદ્યોગકારોએના છૂટકે પોતાના કારખાના બંધ કરવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને લગભગ 57 થી 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી પ્રોપેન ગેસ સપ્લાય કરવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ ગેસની સપ્લાયની ચેન ખોરવાઈ ગઈ હતી અને લાંબા સમય સુધી ગેસ ન મળવાના કારણે મોરબીના સિરામિક કારખાનાઓ બંધ રહ્યા હતા. ત્યારબાદ લગભગ 85 થી 88 રૂપિયાના ભાવથી પ્રોપીન ગેસની સપ્લાય શરૂ કરવામાં આવી હતી જો કે છેલ્લા મહિનાઓની અંદર સતત ગેસના ભાવમાં વધારો થયો છે અને આજે વધુ ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વધ્યા છે જેથી કરીને પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો ભાવ આજની તારીખે ભાવ 100.95 રૂપિયા થઈ ગયો છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ આગામી ચારથી પાંચ દિવસમાં 3 થી 5 રૂપિયાનો ભાવ વધારો પ્રોપેન ગેસના ભાવમાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.




Latest News