મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ


SHARE









ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ

ટંકારાના વીરપર ગામ પાસેથી કારચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર કારમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને કાર ચાલકે પોતાની કારને રોડ સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને તે પોતે કારમાંથી નીચે ઉતરી ગયો હતો જો કે, ગણતરીની મિનિટોમાં આખી કાર આગની જપેટમાં આવી ગઈ હતી જેથી કરીને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના વીરપર ગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ પણ કારણોસર તે કારમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી પોતાની કારને ઉભી રાખી દીધી હતી અને તે કારમાંથી નીચે ઉતરી ગયો હતો જોકે, જોત જોતામાં આખી કાર આગની જપેટમાં આવી ગઈ હતી અને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ હતી અને આ બનાવની પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના પહોંચી હતી જોકે, કારમાં લાગેલી આગના લીધે અન્ય કોઈ દુર્ઘટના ન બને તે માટે ચાર માર્ગીય રસ્તામાંથી એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને સિંગલ પટ્ટી રસ્તા ઉપર રાજકોટ મોરબી તરફ આવતા જતા વાહનોની અવર-જવર શરૂ કરવામાં આવી હતી દરમ્યાન ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી તેવી માહિતી ફાયરની ટીમ પાસેથી જાણવા મળેલ છે.




Latest News