મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે   મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર: ૧૨ નવેમ્બરે થશે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો મોરબીના દેવળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા વૃધ્ધનું મોત દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત
Breaking news
Morbi Today

મોરબીના દેવળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા વૃધ્ધનું મોત


SHARE









મોરબીના દેવળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા વૃધ્ધનું મોત

મોરબી-હળવદ હાઈવે ઉપર દેવળીયા ગામ નજીક અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા બાઈક સવાર વૃધ્ધનું મોત નિપજેલ છે.  જુના દેવળીયા ગામના બળવંતસિંહ જોરૂભા પરમાર નામના 65 વર્ષના વૃધ્ધ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે નવા દેવળીયા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનના ચાલકે બળવંતસિંહને હડફેટે લેતા ગંભીરપણે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે ત્યાં તેઓને મૃત જાહેર કરતા ડેડબોડી સિવિલે ખસેડાયું હતું. મોરબી પોલીસે પ્રાથમીક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી. જયારે ગ્રીન ચોક પાસે રહેતા રમીલાબેન સુરેશભાઈ રાણપરા (60) નામના વૃધ્ધાને ગાયે શીંગડુ મારતા ઈજા પામ્યા હોય સારવારમાં ખસેડાયા હતા.

ગળેફાંસો
 મોરબી તાલુકાના જીકીયારી ગામે સિમ વિસ્તારમાં રસીકભાઈ બાવરવાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગયેલા પ્રવીણ જામસિંગ રાઠોડ (35)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં અવાયો હતો. જેથી તાલુકા પોલીસ મથકના લાલભાએ તપાસ કરી હતી. જયારે શનાળા ગામે વિનાયક મારબલ પાસે થયેલ મારામારીમાં ત્યાં રહેતા રમેશ અમરજીત યાદવ (45)ને ઈજાઓ થતા સિવિલે ખસેડાયા હતા. ક્ચ્છના ભચાઉ પાસેના લાકડીયા ગામે રહેતો દેવજી વનરાજભાઈ કોળી (39) ત્યાંના શિવલખા રોડેથી બાઈક લઈને જતો હતો ત્યારે કુતરૂ આડુ ઉતરતા સ્લીપ થઈ ગયો હોય અહિની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત
 માળીયા (મીં)ના લવણપુર ગામે બાઈક ટ્રક અકસ્માત બાદ ટ્રકના વ્હીલ નીચે પણ આવી જતા ઈજાગ્રસ્ત થયેલા વસંતભાઈ ભીખાભાઈ (43) રહે. વીસીપરાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે વાંકાનેરના ઢુવા ગામે પુલ પાસેની એ.કે. હોટલ નજીક કાર બાઈક અકસ્માતમાં ઈજા પામેલા ધર્મરાજસિંહ અશોકસિંહ જાડેજા (26) રહે. વાંકાનેરને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.  વાંકાનેરના રાજગઢ (માટેલ) ગામે ગામના પાદરમાં બાઈક સ્લીપ થઈ જતા ત્યાં જ રહેતા જોરૂભાઈ હસુભાઈ વજેરીયા (30)ને સારવાર માટે મોરબી લવાયો હતો.

મારામારી
 મોરબીના ગાંધી ચોક ખાતે થયેલ મારામારીમાં ઈજા થતા નાનુરામ ખરોધમલ જાટ (36) રહે. નવલખી રોડને સારવારમાં ખસેડાયો હતો. જયારે ખાટકીવાસ (મોરબી) ખાતે રહેતા આતમબેન રીફશા શાહમદાર (23) કોઈ કારણોસર દવા પી ગયા હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.  ગાંધીચોક નજીક ફીનાઈલ પી ગયેલા મેરૂભાઈ જેસીંગભાઈ ચૌહાણ રહે. ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠેને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લાયન્સનગર ખાતે રહેતા હંસાબેન જોબીભાઈ (33)ને ઘરે પતિએ લાત મારીને ગળુ દબાવવા પ્રયયાસ કરતા સારવાર માટે હંસાબેનને સિવિલે લાવવામાં આવ્યા હતા




Latest News