મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટા મેસેજ કરીને 48 હજારની છેતરપિંડી


SHARE









વાંકાનેરના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટા મેસેજ કરીને 48 હજારની છેતરપિંડી

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને તમારા ખાતામાં ભૂલથી 48 હજાર રૂપિયા આવી ગયા છે તેવી વાત કરીને ખોટા આધાર પુરાવા મેસેજ કરીને આપવામાં આવ્યા હતા અને સામેવાળા વ્યક્તિએ પોતાના દીકરાનું એક્સિડન્ટ થયું છે અને 48 હજાર રૂપિયાની તાત્કાલિક જરૂર છે એવું કહ્યું હતું જેથી કરીને આધેડે 48 હજાર રૂપિયા ફોન પે કરી આપ્યા હતા જોકે તેના ખાતામાં સામેવાળા વ્યક્તિના કે અન્ય કોઈ પણ રૂપિયા ભૂલથી આવેલ ન હોય તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય આધેડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકસિંહ જોરુભા જાડેજા (58) એ હાલમાં મોબાઈલ નંબર 92042 73214 ના ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીએ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે "હું તમને ઓળખું છું અને તમારા ખાતામાં ભૂલથી 48 હજાર રૂપિયા મારા આવી ગયેલ છે" આવી ખોટી હકીકત જણાવી હતી અને પૈસા જમા થયા છે તેવા ખોટા મેસેજ મોકલાવ્યા હતા આટલું જ નહીં પરંતુ ફરિયાદીને તેનું નામ, સરનામું આપીને વિશ્વાસમાં લીધા હતા અને મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે અને રૂપિયાની મારે ખાસ જરૂર છે તેવું કહ્યું હતું જેથી કરીને ફરિયાદીએ 20,000 અને 28,000 આમ કુલ મળીને 48,000 ફોન નંબર 92299 58501 ઉપર ફોન પેથી મોકલાવ્યા હતા અને ફરિયાદીની સાથે સામેવાળા શખ્સે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News