મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત


SHARE





ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત

ટંકારાના નેકનામ ગામે વાડી વિસ્તારમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક પરણીતાની માતાએ તેના જમાઈ સહિત બે વ્યક્તિની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે અને મૃતક મહિલાના પતિને અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાથી પરિણીતાને તેનો પતિ અને જેઠ બંને ઝઘડો કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે દુઃખત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હોવાની મૃતક મહિલાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જાંબુ ગામના રહેવાસી મલીબેન ભારતભાઈ પરમાર (42)એ હાલમાં તેના જમાઈ માજુભાઈ ચીમનભાઈ સંગોડ અને તેના મોટા ભાઈ રાજુભાઈ ચીમનભાઈ સંગોડ રહે. બંને પાવ ગામ તાલુકો ધાનપુર દાહોદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની દીકરી સુનીતાબેન (24) તથા જમાઈ માજુભાઈ ચીમનભાઈ સંગોડ બંને ટંકારા તાલુકાના નેકનામ ગામમાં આવેલ કિશોરભાઈ ચીકાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હતા જો કે, ફરિયાદીના જમાઈને અન્ય છોકરી સાથે આડા સંબંધ હોય તે સંબંધ નહીં રાખવા બાબતે ફરીયાદીની દીકરીએ કહ્યું હતું જેથી કરીને ફરિયાદીની દીકરીની સાથે તેના જમાઈ અવારનવાર ઝઘડો કરીને શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીના જમાઈના મોટા ભાઈ દ્વારા પણ ફરિયાદીના જમાઈને મદદગારી કરવામાં આવતી હતી જેથી દુખત્રાસથી કંટાળીને ફરિયાદીની દીકરી સુનીતાબેનએ નેકનામ ગામે વાડી વિસ્તારમાં જાંબુડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક પરણીતાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૂતક મહિલાના પતિ અને જેઠની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે,




Latest News