મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત


SHARE







હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત

હળવદના કડિયાણા ગામે ભરવાડ વાસ પાસેથી વૃદ્ધા ચાલીને પસાર થઈ રહી હતી ત્યારે છોટાહાથી વાહનના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધાને માથાના ભાગે ગંભીર જા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના કડીયાણા ગામે ભરવાડ વાસમાં રહેતા રાયમલભાઈ રમુભાઈ ઠુંગા (36)એ છોટા હાથી નં. જીજે 36 વી 0624 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર કડિયાણા ગામે ભરવાડ વાસની સામેના ભાગમાં રોડ ઉપરથી તેઓના માતા કમુબેન રમુભાઈ ઠુંગા (65) ચાલીને પોતાના ઘરેથી મંદિરે જઇ રહ્યા હતા ત્યારે છોટા હાથીના ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના માતાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતાને માથાના ભાગે ગંભીએ ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીને ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News