વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો


SHARE







વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા માટે ગામના સરપંચ દ્વારા લાગતા વળગતા વિભાગમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી જે બાબતનો ખા રાખીને ગામના 4 શખ્સો દ્વારા સરપંચ એક્ટિવા લઈને જતા હતા ત્યારે તેઓની ઉપર હુમલો કરવામાં આવેલ હતો અને તેઓને માર મારીને નેશનલ હાઈવે ઉપર ફેંકી દીધા હતા તથા સરપંચના દીકરા સહિત બે વ્યક્તિ તેને શોધવા માટે ગયેલ હતા ત્યારે તેઓની ઉપર પણ કુહાડી, લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરીને તેઓને પણ માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં સરપંચના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના વસુંધરા ગામના સરપંચના દીકરા જીવનદીપ ધીરુભાઈ ડાંગર (36)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ સામતભાઈ સરૈયા, ગોપાલભાઈ લાલાભાઇ સરૈયા, સુરેશભાઈ રેવાભાઇ સરૈયા અને શૈલેષભાઈ રેવાભાઇ સરૈયા રહે. બધા વસુંધરા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓના પિતા વસુંધરા જાલસીકા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ છે અને તેઓના પિતાએ વસુંધરા ગામમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાગતા વળગતા વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી અને તે બાબતનો ખા આરોપીઓએ ગત તા. 9/9 ના રોજ સાંજના સમયે ફરિયાદી પોતાનું એકટીવા લઈને જાલસીકાથી રાજકોટ તરફ ઘરે જતા હતા ત્યારે જીવાપર ગામના પાટીયા પાસે ફરિયાદીના પિતાના એકટીવા સાથે વાહન અથડાવીને તેના ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીના પિતાને હાઇવે ઉપર નાખીને ભાગી ગયા હતા.

ત્યાર બાદ ફરિયાદી તથા સાહેએભલભાઈ કાર નંબર જીજે 3 સી ડબલ્યુ 5526 લઈને ફરિયાદીના પિતાને શોધવા માટે તેને નીકળ્યા હતા અને વસુંધરા ગામે આરોપી લાલાભાઇ દૂધ સહકારી મંડળી એ બેઠેલ હોય તેને ફરિયાદીએ પોતાના પિતા વિશે પૂછતા આરોપીએ કહ્યું હતું કે “તારા બાપને મારીને નાખી દીધો છે જાવ ગોતી લો” અને ત્યાર બાદ ગાળો આપીને બોલાચાલી ઝઘડો કર્યો હતો તેમજ સુરેશભાઈએ કુહાડીનો હા મારીને સાહે એભલભાઈને માથામાં ઇજા કરી હતી જ્યારે ગોપાલભાઈએ લાકડી વડે એભલભાઈને મારમાર્યો હતો જેથી ફરિયાદી તેઓને બચાવવા માટે વચ્ચે પડતાં આરોપી લાલાભાઇએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર માર્યો હતો અને શૈલેષભાઈએ લાકડી વડે ફરિયાદી તથા સાહેને માર મારીને ઇજાઓ કરી હતી.

દરમ્યાન ફરિયાદી અને સાહેદે ત્યાંથી ભાગવા જતા લાલાભાઇ અને સુરેશભાઈ લોખંડના પાઇપ અને કુહાડી લઇને ફરિયાદી તથા સાહેની પાછળ આવ્યા હતા અને કહ્યું હતું કે, “આના બાપને તો મારીને નાખી દીધો આનાગના બચ્ચા છે, આમને પણ પતાવી દો” આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે, એભલભાઈ ત્યાંથી ભાગી ગયા હતા પછી ફરિયાદીને સુરેશભાઈએ કુવાડીનો બુંધરાવટીનો ઘા પગના ભાગે મારીને નીચે પાડી દીધા હતા અને લાલાભાઇએ ફરિયાદીને મારી નાખવાના ઇરાદે પાઇપના ઉપરા છાપરી માથાના ભાગે ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News