હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ


SHARE



































મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં સ્ટાફના નિરવભાઇ, નેહલબેન, તેજાભાઈ, કુલદીપભાઈ વિગેરેને બાતમી મળી હતી કે, મોરબીના પીપળી ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા દિવ્યેશ પ્રભુભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવેલો છે.જેથી સ્ટાફે મોરબીના પીપળી ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા દિવ્યેશ પ્રભુભાઈ દેકાવાડિયાના રહેણાંક મકાનમાં રેડ કરતા મકાનના બાથરૂમમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી સાઇઝની કુલ મળીને કાચ અને પ્લાસ્ટિકની ૫૧ બોટલ દારૂ કિંમત રૂપિયા ૩૯,૧૨૦ તથા બિયરના ૨૪ ટીન કિંમત રૂા.૩૩૬૦ એમ કુલ રૂપિયા ૪૨,૪૮૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો.હાલ ઘરધણી દિવ્યેશ પ્રભુ દેકાવડીયા સ્થળ ઉપરથી મળી આવેલ ન હોય તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આર્મ્સ એક્ટમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૨ માં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં આરોપી ફરાર હોય અને દરમિયાનમાં તે આરોપી એમપી ખાતે જીવલેણ હુમલાના કેસમાં પકડાયેલો હોય ત્યાંની જેલમાંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આર્મ્સ એકટના ગુનામાં અંકિત ઉર્ફે સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ ચૌહાણ (૨૪) રહે. ભરતસિંહ કા પુરા ગોપી ગામ સિહોનિયા પોસ્ટ ઓડા જીલ્લો મુરેના મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને બાદમાં કોર્ટમાં રજૂ કરી પુનઃ તેને એમપીની મુરેના જેલ હવાલે કરાયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

લૂંટના ગુનામાં ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડવાનું કહેવામાં આવેલ તે વાતનો રોષ રાખીને હોટલ, મકાન, બ્યુટી પાર્લર, એકટીવા, રીક્ષા સહિતના વાહનો ઉપર તોડફોડ કરી હોટલના ગલ્લામાંથી રૂપિયા છ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.જે બનાવમાં ફરિયાદ નોંધાતા ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને તે બનાવમાં તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા મુકેશ કરશનભાઈ પરમાર (૩૫) રહે.રફાળેશ્વર તાલુકો જીલ્લો મોરબી ની ધરપકડ કરવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.


















Latest News