વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે


SHARE







વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર પંચાસર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ, ગાડી તથા મોબાઇલ આમ કુલ મળીને 4.09 લાખના મુદ્દામાલને કબજે કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ગાડીમાંથી મળી આવેલ હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સિટી પોલીસની પેટ્રોલિંગમાં હતી ત્યારે વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાને સંયુક્તમાં બાતમી મળી હતી કે, સફેદ કલરની બોલેરો પીક અપ ગાડી નંબર જીજે 3 બીવી 0042 માં દેશી દારૂનો જથ્થો ભરીને તેને વાંકાનેરના જડેશ્વર રોડ ઉપરથી લીલાપર ગામ તરફ લઈને જવાના છે જેથી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને મળેલી બાતમી મુજબની બોલેરો ગાડી ત્યાંથી પસાર થઈ હતી તેને રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 80 હાજરની કિંમતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 29 હજાર રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 4.09 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસે આરોપી નીતિનભાઈ ધીરુભાઈ અગેચાણીયા રહે. લીલાપર પ્રકાશનગર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે તથા ગાડીમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવેલ હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News