મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક


SHARE





મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક

મોરબીમાં પીજીવીસીએલને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરાયું છે અને આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, પીજીવીસીએલ રાજકોટ અને મોરબીના મેનેજિંગ ડિરેક્ટર તથા અન્ય અધિકારીઓ હાજર રહેશે.

મોરબીમાં તા. 14 ને સોમવારે સાંજે 4:00 કલાકે પીજીવીસીએલ કયેરી ખાતે સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉધોગકારોથી લઈને સામાન્ય લોકો સુધી કોઈને પણ પીજીવીસીએલને લગતા કોઈપણ પ્રશ્નો કે રજૂઆત હોય તો તેઓ તા 12 ને શનિવારના રોજ સાંજે 6:00 કલાક સુધીમાં મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે આવેલા મંત્રીના કાર્યલય ખાતે તે પહોચાડી શકે છે. અને અરજદારોએ પોતાની રજૂઆત ફરજિયાતપણે બે નકલમાં આપવાની રહેશે જેથી સમયસર પ્રશ્નોનું સંકલન કરી સમીક્ષા બેઠકમાં યોગ્ય નિરાકરણ લાવી શકાય તેમ જણાવ્યુ છે.




Latest News